બુધવાર, 16 ફેબ્રુઆરી, 2011
જે ગમે જગત ગુરુ
જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો; આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે, ઊગરે એક ઉદ્વેગ ધરવો જે ગમે જગત ગુરુ દેવ જગદીશને હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે; સૃષ્ટિ મંડાણ છે સર્વ એણીપેરે, જોગી જોગેશ્વરા કો'ક જાણે જે ગમે જગત ગુરુ દેવ જગદીશને નીપજે નરથી તો કોઈ ના રહે દુઃખી, શત્રુ મારીને સૌ મિત્ર રાખે; રાય ને રંક કોઇ દ્રષ્ટે આવે નહિ, ભવન પર ભવન પર છત્ર દાખે જે ગમે જગત ગુરુ દેવ જગદીશને ઋતુલતા પત્ર ફળ ફૂલ આપે યથા, માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે; જેહના ભાગ્યમાં જે સમે જેલખ્યું, તેહને તે સમે તે જ પહોંચે જે ગમે જગત ગુરુ દેવ જગદીશને ગ્રંથે ગરબડ કરી, વાત ન કરી ખરી, જેહને જે ગમે તેહને તે પૂજે, મન કર્મ વચનથી આપ માની લહે સત્ય છે એ જ મન એમ સૂઝે જે ગમે જગત ગુરુ દેવ જગદીશને સુખ સંસારી મિથ્યા કરી માનજો, કૃષ્ણ વિના બીજું સર્વ કાચું; જુગલ કર જોડી કરી નરસૈંયોએમ કહે, જન્મ પ્રતિ જન્મ હરિને જ જાચું જે ગમે જગત ગુરુ દેવ જગદીશને - નરસિંહ મહેતા