બુધવાર, 16 ફેબ્રુઆરી, 2011
વડલો કહે છે વનરાયું સળગી
વડલો કહે છે વનરાયું સળગી ને મેલી દીયોને જૂનાં માળા ઊડી જાઓ પંખી પાખ્યુંવાળા હોજી આભે ચડીયાં સેન અગનનાં ધસીયા અમ દશઢાળા આ ઘડીયે ચડી ચોટ અમોને, ઝડપી લેશે જ્વાળા ઊડી જાઓ પંખી પાખ્યુંવાળા હોજી બોલ તમારાં હૈયે બેઠાં, રૂડાં ને રસવાળા કો'ક દિ આવીને ટહૂકી જાજો, મારી રાખ ઉપર રૂપાળાં ઊડી જાઓ પંખી પાખ્યુંવાળા હો જી પ્રેમી પંખીડા પાછાં નહીં રે મળીએ, વન મારેવિગ્તાળા પડદાં આડા મોતનાં પડીયા, તે પર જડીયાં તાળા ઊડી જાઓ પંખી પાખ્યુંવાળા હો જી આશરે તમારે ઈંડાં ઉછેર્યાં, ફળ ખાધાં રસવાળા મરવા વખતે સાથ છોડી દે તો મોઢાં થાયે મશવાળા ઊડી જાઓ પંખી પાખ્યુંવાળા હો જી ભેળાં મરશું, ભેળાં જનમશું, માથે કરશું માળા ‘કાગ’ કે આપણે ભેળાં બળીશું, ભેળાં ભરીશુંઉચાળા ઊડી જાઓ પંખી પાખ્યુંવાળા હો જી રચનાઃ દુલા ભાયા 'કાગ'