રવિવાર, 20 માર્ચ, 2011

તુળસીને પાંદડે તોલાણા

તુળસીને પાંદડે તોલાણા ગુણ તો ગોવિંદના ગવાણાઓ નાથ તમેતુળસીને પાંદડે તોલાણાઓ નાથ તમેતુળસીને પાંદડે તોલાણાહે જી એવા ગુણતો ગોવિંદના ગવાણાઓ નાથ તમેતુળસીને પાંદડે તોલાણાબોડાણે બહુ નમીને સેવ્યાબોલડીયે બંધાણાકૃપા કરીને પ્રભુજી પધાર્યાડાકોરમાં દર્શાણાઓ નાથ તમેતુલસીને પાંદડે તોલાણાહેમ બરાબર મૂલ કરીનેવાલ સવામાં તોલાણાબ્રાહ્મણને જ્યારે ભોંઠપણ આવ્યુત્યારે સખીઓને વચને વેચાણાઓ નાથ તમેતુળસીને પાંદડે તોલાણામધ્ય ગુજરાતમાં રચી દ્વારિકાવેદ પુરાણે વંચાણાહરિગુરુ વચન કહે વણલખેજગત બધામાં જણાણાઓ નાથ તમેતુળસીને પાંદડે તોલાણાઓ જી એવા ગુણતો ગોવિંદના ગવાણાઓ નાથ તમેતુળસીને પાંદડે તોલાણા

----------
Sent from my Nokia phone

સોમવાર, 21 ફેબ્રુઆરી, 2011

દાદા હો દીકરી, દાદા હો દીકરી

દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં મ દેજો રે સૈવાગડની વઢીયારણ સાસુ દોહ્યલી રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચીદાદા હો દીકરી, દાદા હો દીકરીદીએ દળાવે મુને, દીએ દળાવે મુને, રાતલડીએ કંતાવે રે સૈપાછલે તે પરોઢીએ પાણી મોકલે રે,સૈયોં કે હમચી, સૈયોં કે હમચી દાદા હો દીકરી, દાદા હો દીકરીઓશીકે ઈંઢોણી વહુ, ઓશીકે ઈંઢોણી વહુ, પાંગતે સીંચણિયું રે સૈસામી તે ઓરડીએ, વહુ તારું બેડલું રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચીદાદા હો દીકરી, દાદા હો દીકરીઘડો ન બુડે મારો, ઘડો ન બુડે, મારું સીંચણિયું નવ પૂગે રે સૈઊગીને આથમિયો દી કૂવા કાંઠડે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચીદાદા હો દીકરી, દાદા હો દીકરીઊડતા પંખીડા વીરા, ઊડતા પંખીડા વીરા, સંદેશો લઈ જાજો રે સૈદાદાને કહેજો કે દીકરી કૂવે પડે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચીદાદા હો દીકરી, દાદા હો દીકરીકહેજો દાદાને રે, કહેજો દાદાને રે, મારી માડીને નવ કહેજો રે સૈમાડી મારી આંસુ સારશે રે, સૈયોંકે હમચી, સૈયોં કે હમચીદાદા હો દીકરી, દાદા હો દીકરીકૂવે ન પડજો દીકરી, કૂવે ન પડજોદીકરી, અફીણિયાં નવ ઘોળજો રે સૈઅંજવાળી તે આઠમનાં આણાં આવશે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચીદાદા હો દીકરી, દાદા હો દીકરીકાકાના કાબરિયા, કાકાના કાબરિયા, મારા મામાના મૂંઝડિયારે સૈવીરાના વઢિયારા વાગડ ઊતર્યા રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચીદાદા હો દીકરી, દાદા હો દીકરીકાકાએ સીંચ્યું, કાકાએ સીંચ્યું ને મારા મામાએ ચડાવ્યું રે સૈવીરાએ આંગણ બેડું ફોડિયું રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચીદાદા હો દીકરી, દાદા હો દીકરી

વહુએ વગોવ્યાં મોટા ખોરડાં

ગામમાં સાસરિયું ને ગામમાં પિયરયું રે લોલકહેજો દીકરી સખદખની વાત જોકવળાં સાસરિયામાં જીવવું રે લોલહરખના દાડા તો માતા વહી ગયા રે લોલદખનાં ઉગ્યાં છે ઝીણા ઝાડ જોકવળાં સાસરિયામાં જીવવું રે લોલપછવાડે ઊભેલ નણંદ સાંભળેરે લોલવહુ કરે છે આપણા ઘરની વાતજોવહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલનણંદીએ જઈ સાસુને સંભળાવિયું રે લોલવહુ કરે છે આપણા ઘરની વાતજોવહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલસાસુએ જઈ સસરાને સંભળાવિયું રે લોલવહુ કરે છે આપણા ઘરની વાતજોવહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલસસરાએ જઈ જેઠને સંભળાવિયું રે લોલવહુ કરે છે આપણા ઘરની વાતજોવહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલજેઠે જઈ પરણ્યાને સંભળાવિયું રે લોલવહુ કરે છે આપણા ઘરની વાતજોવહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલપરણ્યે જઈને તેજી ઘોડો હાંકિયો રે લોલજઈ ઝૂકાડ્યો ગાંધીડાને હાટ જોવહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલઅધશેર અમલ તોળાવિયાં રે લોલપાશેર તોળાવ્યો સોમલખાર જોવહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલસોના વાટકડે અમલ ઘોળિયાંરે લોલપી જાઓ ગોરાંદે નકર હું પી જાઉં જોવહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલઘટક દઈને ગોરાંદે પી ગયાં રે લોલઘરચોળાની તાણી એણે સોડ જોવહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ
આટકાટનાં લાકડાં મંગાવિયા રે લોલખોખરી હાંડીમાં લીધી આગ જોવહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ
પહેલો વિસામો ઘરને આંગણે રે લોલબીજો વિસામો ઝાંપા બહાર જોવહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ
ત્રીજો વિસામો ગાયોને ગોંદરે રે લોલચોથો વિસામો સમશાન જોવહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલસોના સરીખી વહુની ચેહ બળે રે લોલરૂપલા સરીખી વહુની રાખ જોવહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલબાળી ઝાળીને ઘરે આવિયાં રે લોલહવે માડી મંદીરિયે મોકળાશ જોવહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલઆ ભવનો ઓશિયાળો હું થયો રે લોલહવે માડી દેજો દોટાદોટ જોઆ સહુનો ઓશિયાળો હું થયો રે લોલ

અચકો મચકો કાં રે લી

તમે કિયા તે ગામનાં ગોરી રાજઅચકો મચકો કાં રે લી અમે નવાનગરના ગોરી રાજઅચકો મચકો કાં રે લીતમે કિયા તે ગામથી આવ્યા રાજઅચકો મચકો કાં રે લીઅમે પોરબંદરથી આવ્યા રાજઅચકો મચકો કાં રે લીતમે કેટલી તે બેન કુંવારી રાજઅચકો મચકો કાં રે લીઅમે સાતે બેન કુંવારી રાજઅચકો મચકો કાં રે લીતમે કેટલા ભાઈ કુંવારા રાજઅચકો મચકો કાં રે લીઅમે સાતે ભાઈ કુંવારા રાજઅચકો મચકો કાં રે લીતમને કઈ કન્યા ગમશે રાજઅચકો મચકો કાં રે લીઅમને શામળી કન્યા ગમશે રાજઅચકો મચકો કાં રે લીએ કાળીને શું કરશો રાજઅચકો મચકો કાં રે લીએ કાળી ને કામણગારી રાજઅચકો મચકો કાં રે લીઅમે નવાનગરની છોરી રાજઅચકો મચકો કાં રે લી

ગુરુવાર, 17 ફેબ્રુઆરી, 2011

વૈષ્ણવજન તો તેને રે કહીયે

વૈષ્ણવજન તો તેને રે કહીયે જે પીડ પરાઈ જાણે રેપરદુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રેસકળ લોકમાં સહુને વંદે નિંદા ન કરે કેની રેવાચ કાછ મન નિશ્ચલ રાખે ધન ધન જનની તેની રેસમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત રેજિહ્વા થકી અસત્ય ન બોલે પરધન નવ ઝાલે હાથ રેમોહ માયા વ્યાપે નહિ જેનેદ્રઢ વૈરાગ્ય જેના મનમાં રેરામનામશું તાળી રે વાગી સકળ તિરથ તેના તનમાં રેવણલોભી ને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા રેભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ ઈકોતેર તાર્યા રે -નરસિંહ મહેતા

નાવિકની ભક્તિ

નાવિક વળતો બોલિયો, સાંભળો માહરા સ્વામ; સાથ સહુ કો નાવે બેસો,નહિં બેસાડું રામ. વાર્તા મેં સાંભળી છે, ચરણ રેણુની અપાર; અહલ્યા ત્યાં સ્ત્રી થઈ સહી, પાષાણ ફીટી નાર. આજીવિકા માહરી એહ છે, જુઓ મન વિવેક; સ્ત્રી થાતાં વાર ન લાગે, કાષ્ટ પાષાણ એક. આજીવિકા ભાંગે માહરી,આગે એક સ્ત્રી છે ઘેર; બે મળીને શું જમે? શી કરું ત્યાં પેર? હસી વિશ્વામિત્ર બોલીયા, ચરણ–રેણે સ્ત્રી થાય ; તે માટે ગંગાજળ લેઈને, પખાળો હરિ–પાય. હસીને હરિ હેઠા બેઠા, રામ અશરણ-શર્ણ; નાવિકે ગંગાજળ લેઈને,પખાળ્યા ત્યાં ચર્ણ. - ભાલણ

મનજી ! મુસાફર રે ! ચલો નિજ દેશ ભણી !

મનજી ! મુસાફર રે ! ચલોનિજ દેશ ભણી ! મૂલક ઘણા જોયા રે ! મુસાફરી થઈ છે ઘણી ! સ્વપુર જવાનો પંથ આવ્યો છે, રખે ભૂલતા ભાઈ ! ફરીને મારગ મળવો છે નહીં, એવી તો છે અવળાઈ, સમજીને ચાલો સીધા રે !ના જાશો ડાબા કે જમણી મનજી ! મુસાફર રે ! ચલોનિજ દેશ ભણી ! વચ્ચે ફાંસીઆ વાટ મારવાને બેઠા છે બે ચાર, માટે વળાવિયા રાખો બેત્રણેક ત્યારે તેનો નહીં ભાર, મળ્યો છે એક ભેદુ રે ! બતાવી ગતિ સહુ તે તણી મનજી ! મુસાફર રે ! ચલોનિજ દેશ ભણી ! માલ વહોરો તો શેઠના નામનો, થાય ના ક્યહું અટકાવ, આપણો કરતાં જોખમ આવે ને ફાવે દાણીનો દાવ, એટલા સારું રે ! ના થાવું વહોતરના ધણી મનજી ! મુસાફર રે ! ચલોનિજ દેશ ભણી ! જોજો, જગત થકી જાવું છે, કરજો સંભાળીને કામ, દાસ દયાને એમ ગમે છે –હાંવા જઈએ પોતાને ધામ, સૂઝે છે હાંવા એવું રે ! અવધ થઈ છે આપણી મનજી ! મુસાફર રે ! ચલોનિજ દેશ ભણી ! - દયારામ

રે શિર સાટે નટવરને વરીએ

રે શિર સાટે નટવરને વરીએ, રે પાછાં તે પગલાં નવ ભરીએ રે અંતર દ્રષ્ટિ કરી ખોળ્યું, રે ડહાપણ ઝાઝું નવ ડહોળ્યું એ હરિ સારું માથું ઘોળ્યું, રે શિર સાટે નટવરને વરીએ રે સમજ્યા વિના નવ નીસરીએ, રે રણમધ્યે જઈને નવ ડરીએ ત્યાં મુખપાણી રાખી મરીએ, રે શિર સાટે નટવરને વરીએ રે પ્રથમ ચડે શૂરો થઈને, રે ભાગે પાછો રણમાં જઈને તે શું જીવે ભૂંડું મુખ લઈને, રે શિર સાટેનટવરને વરીએ રે પહેલું જ મનમાં ત્રેવડીએ, રે હોડે હોડે જુધ્ધે નવ ચડીએ જો ચડીએ તો કટકા થઈ પડીએ, રે શિર સાટે નટવરને વરીએ રે રંગ સહિત હરિને રટીએ, રે હાક વાગે પાછા નવ હટીએ બ્રહ્માનંદ કહે ત્યાં મરી મટીએ, રે શિર સાટે નટવરને વરીએ - બ્રહ્માનંદ

ત્યાગ ન ટકે રે વૈરાગ વિના

ત્યાગ ન ટકે રે વૈરાગ વિના, કરીએ કોટિ ઉપાય જી અંતર ઊંડી ઇચ્છા રહે, તે કેમ કરીને તજાય જી ત્યાગ ન ટકે રે વૈરાગ વિના વેશ લીધો વૈરાગનો, દેશ રહી ગયો દૂર જી ઉપર વેશ આછો બન્યો, માંહી મોહ ભરપૂર જી ત્યાગ ન ટકે રે વૈરાગ વિના કામ, ક્રોધ, લોભ, મોહનું જ્યાં લગી મૂળન જાય જી સંગ પ્રસંગે પાંગરે, જોગ ભોગનો થાય જી ત્યાગ ન ટકે રે વૈરાગ વિના ઉષ્ણ રતે અવની વિષે, બીજ નવ દીસે બહાર જી ઘન વરસે, વન પાંગરે, ઇંદ્રિ વિષય લે આકાર જી ત્યાગ ન ટકે રે વૈરાગ વિના ચમક દેખીને લોહ ચળે, ઇંદ્રિ વિષય સંજોગ જી અણભેટ્યે રે અભાવ છે, ભેટ્યે ભોગવશે ભોગ જી ત્યાગ ન ટકે રે વૈરાગ વિના ઉપર તજે ને અંતર ભજે, એમ ન સરે અરથ જી વણસ્યો રે વર્ણાશ્રમ થકી, અંતે કરશે અનરથ જી ત્યાગ ન ટકે રે વૈરાગ વિના ભ્રષ્ટ થયો જોગ ભોગથી, જેમ બગડ્યું દૂધ જી ગયું ધૃત-મહી-માખણ થકી, આપે થયું રે અશુધ્ધ જી ત્યાગ ન ટકે રે વૈરાગ વિના પળમાં જોગી ભોગી પળમાં, પળમાં ગૃહી ને ત્યાગી જી નિષ્કુળાનંદ એ નરનો, વણ સમજ્યો વૈરાગ જી - નિષ્કુળાનંદ

સિકંદરના ચાર ફરમાન

(૧) મારા મરણ વખતે બધીમિલકત અહીં પથરાવજોમારી નનામી સાથકબ્રસ્તાનમાં પણ લાવજો જે બાહુબળથી મેળવ્યુંએ ભોગવી પણ ના શક્યોઅબજોની દોલત આપતાંપણ એ સિકંદર ના બચ્યો(૨) મારું મરણ થાતાં બધાહથિયાર લશ્કર લાવજોપાછળ રહે મૃતદેહઆગળ સર્વને દોડાવજો આખા જગતને જીતનારુંસૈન્ય પણ રડતું રહ્યુંવિકરાળ દળ ભૂપાળનેનહિ કાળથી છોડાવી શક્યું(૩) મારા બધાં વૈદો હકીમોનેઅહીં બોલાવજોમારો જનાજો એ જ વૈદોનેખભે ઉપડાવજો કહો દર્દીઓના દર્દનેદફનાવનારું કોણ છે ?દોરી તૂટી આયુષ્યની તોસાંધનારું કોણ છે ?(૪) ખુલ્લી હથેળી રાખીનેજીવો જગતમાં આવતાંને ખાલી હાથે સૌ જનોઆ જગતથી ચાલ્યા જતાં યૌવન ફના, જીવન ફનાજર ને જવાહર છે ફનાપરલોકમાં પરિણામ ફળશેપુણ્યનાં ને પાપનાં

પ્રભુ મારે તું રાખે



પ્રભુ મારે તું રાખે તેમ રહેવુંપ્રભુ મારે તું રાખે તેમ રહેવુંકાંઈ નથી બીજું કહેવું મારેકાંઈ નથી બીજું કહેવું મારેતું રાખે તેમ રહેવુંપ્રભુ મારે તું રાખે તેમતું રાખે તેમતું રાખે તેમ રહેવુંજયશ્રી કૃષ્ણ જયશ્રી કૃષ્ણએક જ નામ લેવું મારેતું રાખે તેમ રહેવુંપ્રભુ મારે તું રાખે તેમ રહેવુંતારે દેવું દુખ હશે તોહસતે મુખડે સહેવુંધન વૈભવની ઈન્દ્રજાળમાંરચ્યા પચ્યા નથી રહેવુંબીજું કાંઈ નથી લેવું દેવુંપ્રભુ તું રાખે તેમ રહેવુંપ્રભુ મારે તું રાખે તેમ રહેવુંમાયાની ભૂલવણીમાં મારીકાયા ભૂલી પડી છેપ્રેમલજ્યોતિ પાથરવા પ્રભુતારી જરૂર પડી છેમને જગ લાગે મૃગજળ જેવુંપ્રભુ તું રાખે તેમ રહેવુંપ્રભુ મારે તું રાખે તેમ રહેવુંપ્રભુ મારે તું રાખે તેમ રહેવું

હરિને ન નિરખ્યા જરી

હરિને ન નિરખ્યા જરી મારા નયણાંની આળસ રે ન નિરખ્યા હરિને જરીએક મટકું ન માંડ્યું રે ન ઠરિયા ઝાંખી કરીપ્રભુ સઘળે વિરાજે રે સૃજનમાં સભર ભર્યાંનથી અણું પણ ખાલી રે ચરાચરમાં ઊભર્યાજરા ઊઘડે આંખલડી રે તો સન્મુખ તેહ સદાબ્રહ્મ બ્રહ્માંડ અળગા રે ઘડીએ ન થાય કદાપણ પૃથ્વીનાં પડળો રે શી ગમ તેને ચેતનનીજીવે સો વર્ષ ઘુવડ રે ન ગમ તોયે કંઈ દિનનીનાથ એટલી અરજી રે ઉપાડો જડ પડદાનેનાં નીરખો ઊંડેરું રે હરિવર દરસે સદાઆંખ આળસ છાંડો રે ઠરોએક ઝાંખી કરીએક મટકું તો માંડો રે હ્રદયભરી નીરખો હરિ

આ દુનિયા દુકાનદારી

આ દુનિયા દુકાનદારી રેમાથે બેઠો એક વેપારીમાથે બેઠો એક વેપારીજેવું રે દેતો એવું રે લેતોએના ઘરાક સૌ સંસારી રેમાથે બેઠો એક વેપારીઆ દુનિયા દુકાનદારી રેમાથે બેઠો એક વેપારીમાથે બેઠો એક વેપારીજેનું ખાતું જેવું રે બોલેએવું એ ત્રાજવડે તોલેએનો ભાવ તો સદા સરીખોધનિક કે ભીખારી રેમાથે બેઠો એક વેપારીઆ દુનિયા દુકાનદારી રેમાથે બેઠો એક વેપારીમાથે બેઠો એક વેપારીસદાય સાચો કદી ન ખોટોનફો સદા એને કદી ન તોટોકદી ન ધોખો એનો હિસાબ ચોખોએને કદી નથી નાદારી રેમાથે બેઠો એક વેપારીઆ દુનિયા દુકાનદારી રેમાથે બેઠો એક વેપારીમાથે બેઠો એક વેપારીસોની રે કેવો સોનુ રે મોંઘુતોળે તુલસીને પાનેધોબી કેવો કે પાપ પરાયાધોતો તાણેવાણે રેવૈદડો કેવો વૈદડો કેવો કેનાડ રોગીની નસનસમાં એ પેંછાણે રેશેઠિયો કેવો કે એની થાળીસદા ભરેલી ભાણેએનો ધંધો કદી ન અંધોએવો ધંધાદારી રેમાથે બેઠો એક વેપારીઆ દુનિયા દુકાનદારી રેમાથે બેઠો એક વેપારીમાથે બેઠો એક વેપારી

ભાવે ભજીલ્યો ભગવાન

તમે ભાવે ભજી લ્યો ભગવાનજીવન થોડું રહ્યુંકંઈક આત્માનું કરજો કલ્યાણજીવન થોડું રહ્યુંએણે દીધેલા કોલ તમે ભૂલી ગયાંજૂઠી માયા ને મોહમાં ફસાઈગયાંચેતો ચેતો શું ભૂલ્યા છો ભાનજીવન થોડું રહ્યુંતમે ભાવે ભજી લ્યો ભગવાનજીવન થોડું રહ્યુંબાળપણ ને યુવાનીમાં અડધું ગયુંનહિ ભક્તિના મારગમાં ડગલું ભર્યુંહવે બાકી છે એમાં દ્યો ધ્યાનજીવન થોડું રહ્યુંતમે ભાવે ભજી લ્યો ભગવાનજીવન થોડું રહ્યુંપછી ઘડપણમાં પ્રભુ ભજાશે નહિલોભ વૈભવ ને ધનને તજાશે નહિબનો આજથી પ્રભુમાં મસ્તાનજીવન થોડું રહ્યુંતમે ભાવે ભજી લ્યો ભગવાનજીવન થોડું રહ્યુંજરા ચેતીને ભક્તિનું ભાથું ભરોકૈંક ડર તો પ્રભુજીનો દિલમાં ધરોછીએ થોડા દિવસના મહેમાનજીવન થોડું રહ્યુંતમે ભાવે ભજી લ્યો ભગવાનજીવન થોડું રહ્યુંબધાં આળસમાં દિન આમ વીતી જાશેપછી યમનું ઓચિંતુ તેડું થાશેનહિ ચાલે તમારું તોફાનજીવન થોડું રહ્યુંતમે ભાવે ભજી લ્યો ભગવાનજીવન થોડું રહ્યુંએ જ કહેવું આ બાળકનું દિલમાં ધરોચિત્ત આપી મહાવીરને ભાવે ભજોઝાલો ઝાલો ભક્તિનું સુકાનજીવન થોડું રહ્યુંતમે ભાવે ભજી લ્યો ભગવાનજીવન થોડું રહ્યું

વીરા તારે હીરાનો વેપાર

વીરા તારે હીરાનો વેપાર જીહીરાનો વેપાર તું તોઝવેરાતનો જાણકારભાઈ તારે હીરાનો વેપાર જીકૈંક મફતિયા ફરે બજારેબેસશે રોકી બાર જીમોઢું જોઈને ખોલજેતારી તિજોરીના દ્વારવીરા તારે હીરાનો વેપાર જીમૂડી વિનાના માનવી સાથેકરીશ મા વેપાર જીનફો ન મળશે ઘરનું ટળશેહાંસલમાં તકરારભાઈ તારે હીરાનો વેપાર જીઆંગણે તારે કોઈ ન આવેહીરાનો લેનાર જીશેરી ઝવેરીની છોડીનેન જાજે બકાલીને બજારભાઈ તારે હીરાનો વેપાર જીફાંટ બાંધી એની ફેરી ન દેજેદલાલોને દ્વાર જીવેચવા ગ્યા એ પંડે વેચાણાંજગતને બજાર જીભાઈ તારે હીરાનો વેપાર જીહૈડા કેરી હાટડી ખોલીનેબેસી રે તારે બાર જી‘કાગ’ ઝવેરી કોઈ મળી જાશેબેડો થાશે પારભાઈ તારે હીરાનો વેપાર જીવીરા તારે હીરાનો વેપાર જીહીરાનો વેપાર તું તોઝવેરાતનો જાણકારભાઈ તારે હીરાનો વેપાર જી રચનાઃ દુલા ભાયા ‘કાગ’સ્વરઃ ’કાગ’ અને મેરુભા ગઢવી

હે કરુણાના કરનારા

હે કરુણાના કરનારાતારી કરુણાનો કોઈ પાર નથીહે સંકટના હરનારાતારી કરુણાનો કોઈ પાર નથીમેં પાપ કર્યા છે એવાંહું તો ભૂલ્યો તારી સેવામારી ભૂલોને ભૂલનારાતારી કરુણાનો કોઈ પાર નથી હું અંતરમાં થઈ રાજી ખેલ્યો છું અવળી બાજીઅવળી સવળી કરનારાતારી કરુણાનો કોઈ પાર નથી હે પરમ કૃપાળુ વ્હાલામેં પીધા વિષના પ્યાલાવિષને અમૃત કરનારાતારી કરુણાનો કોઈ પાર નથી કદી છોરુ કછોરું થાયેપણ તું માવિતર કહેવાયેમીઠી છાયાના દેનારાતારી કરુણાનો કોઈ પાર નથી મને જડતો નથી કિનારો મારો ક્યાંથી આવે આરોમારી નાવના ખેવણહારાતારી કરુણાનો કોઈ પાર નથી છે જીવન મારું ઉદાસી તું શરણે લે અવિનાશીમારા દિલમાં હે રમનારાતારી કરુણાનો કોઈ પાર નથી

પગ મને ધોવા દ્યો રઘુરાય


પગ તમે ધોવા દ્યો રઘુરાયપ્રભુ મને વહેમ પડ્યો મનમાંયતમારા પગ ધોવા દ્યો રઘુરાયરામ લખમણ જાનકી એજ્યારે તીર ગંગાને જાયનાવ માગી નીર તરવાગુહ બોલ્યો ગમ ખાઈતમારા પગ ધોવા દ્યો રઘુરાયધોવા દ્યો રઘુરાયપ્રભુ મને શક પડ્યો મનમાંયતમારા પગ ધોવા દ્યો રઘુરાયરજ તમારી કામણગારીમોરી નાવડી નારી થઈ જાયતો અમારી રંક જનનીઆજીવિકા ટળી જાયતમારા પગ ધોવા દ્યો રઘુરાયધોવા દ્યો રઘુરાયપ્રભુ મને શક પડ્યો મનમાંયતમારા પગ ધોવા દ્યો રઘુરાયવાણી સૂણતાં ભીલજનની રેજાનકી મુસકાયઅભણ કેવું યાદ રાખેને ભણેલ ભૂલી ભૂલી જાયતમારા પગ ધોવા દ્યો રઘુરાયધોવા દ્યો રઘુરાયપ્રભુ મને શક પડ્યો મનમાંયતમારા પગ ધોવા દ્યો રઘુરાયનાવડીમાં બાવડી ઝાલીરામ તણી ભીલરાયપાર ઉતરી (રામે) પૂછિયું કેતમે શું લેશો ઉતરાઈ ?તમારા પગ ધોવા દ્યો રઘુરાયધોવા દ્યો રઘુરાયપ્રભુ મને શક પડ્યો મનમાંયતમારા પગ ધોવા દ્યો રઘુરાયનાયીની (ઉતરાઈ) કદી નાયી લ્યે નહિઆપણે ધંધાભાઈ‘કાગ’ લ્યે નહિ ખારવાની કદીખારવો ઉતરાઈતમારા પગ ધોવા દ્યો રઘુરાયધોવા દ્યો રઘુરાયપ્રભુ મને શક પડ્યો મનમાંયતમારા પગ ધોવા દ્યો રઘુરાય શબ્દ, સૂર અને સ્વરઃદુલા ભાયા ‘કાગ’

મા બાપને ભૂલશો નહિ


ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહિઅગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહિપથ્થર પૂજ્યા પૃથ્વી તણા ત્યારે દીઠું તમ મુખડુંએ પુનિત જનના કાળજાં પથ્થર બની છુંદશો નહિકાઢી મુખેથી કોળીયા મ્હોંમાં દઈ મોટા કર્યાઅમૃત તણાં દેનાર સામે ઝેરઉગળશો નહિલાખો લડાવ્યાં લાડ તમને કોડ સૌ પૂરા કર્યાએ કોડના પૂરનારના કોડને પૂરવા ભૂલશો નહિલાખો કમાતા હો ભલે મા બાપ જેથી ના ઠર્યાએ લાખ નહિ પણ રાખ છે એ માનવું ભૂલશો નહિસંતાનથી સેવા ચાહો તો સંતાન છો સેવા કરોજેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહિભીને સૂઈ પોતે અને સુકે સુવડાવ્યા આપનેએ અમીમય આંખને ભૂલીને ભીંજવશો નહિપુષ્પો બિછાવ્યાં પ્રેમથી જેણે તમારા રાહ પરએ રાહબરના રાહ પર કંટક કદી બનશો નહિધન ખરચતાં મળશે બધું માતા પિતા મળશે નહિપલ પલ પુનિત એ ચરણની ચાહના ભૂલશો નહિ -સંત પુનિત

બુધવાર, 16 ફેબ્રુઆરી, 2011

જનમનો સંગાથી

જનમનો સંગાથી કુંભા રાણા કોઈ નથીસૌનો ન્યારો ન્યારો રાહજનમનો સંગાથી કુંભા રાણા કોઈ નથીએક રે માતાના દોનું દોનુંબેટડાંએક રે માતાના દોનું દોનુંબેટડાંએનો ન્યારો ન્યારો રાહએક રે રાજદરબારે મહાલતોબીજો ભારા વેચવા જાયજનમનો સંગાથી કુંભા રાણા કોઈ નથીએક રે વેલાના દોનું ફૂલડાંએક રે વેલાના દોનું ફૂલડાંએનો ન્યારો ન્યારો રાહએક રે અડસઠ તીરથ કરેબીજું વાદીડાંને હાથજનમનો સંગાથી કુંભા રાણા કોઈ નથીએક રે ગાયના દોનું વાછડાંએક રે ગાયના દોનું વાછડાંએનો ન્યારો ન્યારો રાહએક રે શંકર કેરો પોઠીયોબીજો ઘાંચી કેરો બેલજનમનો સંગાથી કુંભા રાણા કોઈ નથીએક રે માટી કેરા દોનું ઘડુલાંએક રે માટી કેરા દોનું ઘડુલાંએનો ન્યારો ન્યારો રાહએક રે જળ જમુનાના ભરેબીજો શમસાને જાયજનમનો સંગાથી કુંભા રાણા કોઈ નથીગુરુને પ્રતાપે મીરાબાઈ બોલિયાઆ તો કસોટી કેરા ખેલરાગ ને મમતા મેલજોતો રાણા ઉતરશો ભવ પારજનમનો સંગાથી કુંભા રાણા કોઈ નથી રચનાઃ મીરાબાઈસ્વરઃ મન્ના ડેસંગીતઃ શ્રીનિવાસ કાળે

મારા રામના રખવાળા


મારા રામના રખવાળા ઓછા હોય નહિએના ધોયેલા ધોવણમાં ધાબા હોય નહિમારા રામના રખવાળા ઓછા હોય નહિએનુ ઢોલ અગમથી વાગેઅગમ-નિગમની વાણી ભાખેએજી એના આંખ્યુંના અણસારા ધોખા હોય નહિમારા રામના રખવાળા ઓછા હોય નહિકાયા જ્યારે કરવટ બદલેપરખાયે એ પગલે પગલેએજી એની જ્યોતિ ઝબકારા ઓછા હોય નહિમારા રામના રખવાળા હોય નહિસુખ દુ:ખના તડકા છાયામાયામાં મૂંઝાતી કાયાએજી એના પાપણનાં પલકારા ઓછા હોય નહિમારા રામના રખવાળા ઓછા નહિમારા રામના રખવાળા ઓછા હોય નહિએના ધોયેલા ધોવણમાં ધાબા હોય નહિમારા રામના રખવાળા ઓછા હોય નહિ રચનાઃ અવિનાશ વ્યાસ

રંગાઈ જાને રંગમાં

રંગાઈ જાને રંગમાંતું રંગાઈ જાને રંગમાંસીતા રામ તણાં સત્સંગમાંરાધે શ્યામ તણાં તું રંગમાંરંગાઈ જાને રંગમાંતું રંગાઈ જાને રંગમાંઆજે ભજશું કાલે ભજશુંભજશું સીતા રામક્યારે ભજશું રાધે શ્યામશ્વાસ ખૂટશે નાડી તૂટશેપ્રાણ નહીં રહે તનમાંરંગાઈ જાને રંગમાંતું રંગાઈ જાને રંગમાંસીતા રામ તણાં સત્સંગમાંરાધે શ્યામ તણાં તું રંગમાંરંગાઈ જાને રંગમાંતું રંગાઈ જાને રંગમાંજીવ જાણતો ઝાઝું જીવશેમારું છે આ તમામપેલા અમર કરી લઉં નામતેડું આવશે જમનું જાણજેજાવું પડશે સંગમાંરંગાઈ જાને રંગમાંતું રંગાઈ જાને રંગમાંસીતા રામ તણાં સત્સંગમાંરાધે શ્યામ તણાં તું રંગમાંરંગાઈ જાને રંગમાંતું રંગાઈ જાને રંગમાંસૌ જીવ કહેતા પછી જંપીશુપહેલા મેળવી લો ને દામરહેવાના કરી લો ઠામપ્રભુ પડ્યો છે એમ ક્યાં રસ્તામાંસૌ જન કહેતા વ્યંગમાંરંગાઈ જાને રંગમાંતું રંગાઈ જાને રંગમાંસીતા રામ તણાં સત્સંગમાંરાધે શ્યામ તણાં તું રંગમાંરંગાઈ જાને રંગમાંતું રંગાઈ જાને રંગમાંઘડપણ આવશે ત્યારે ભજીશુંપહેલાં ઘરના કામ તમામપછી કરીશું તીરથ ધામઆતમ એક દી’ ઊડી જાશેતારું શરીર રહેશે પલંગમાંરંગાઈ જાને રંગમાંતું રંગાઈ જાને રંગમાંસીતા રામ તણાં સત્સંગમાંરાધે શ્યામ તણાં તું રંગમાંરંગાઈ જાને રંગમાંતું રંગાઈ જાને રંગમાંબત્રીસ ભાતનાં ભોજનજમતાં ભેળી કરીને ભામએમાં ક્યાંથી સાંભળે રામદાન-પુણ્યથી દૂર રહ્યો તુંફોગટ ભમે તું ઘમંડમાંરંગાઈ જાને રંગમાંતું રંગાઈ જાને રંગમાંસીતા રામ તણાં સત્સંગમાંરાધે શ્યામ તણાં તું રંગમાંરંગાઈ જાને રંગમાંતું રંગાઈ જાને રંગમાંરંગ રાગમાં ક્યારે રટાશેરહી જાશે આમને આમમાટે ઓળખને આતમરામબાબા આનંદે હરિ ૐ અખંડ છેભજ તું શિવની સંગમાંરંગાઈ જાને રંગમાંતું રંગાઈ જાને રંગમાંસીતા રામ તણાં સત્સંગમાંરાધે શ્યામ તણાં તું રંગમાંરંગાઈ જાને રંગમાંતું રંગાઈ જાને રંગમાંરંગાઈ જાને રંગમાંતું રંગાઈ જાને રંગમાં સ્વરઃ હેમન્ત ચૌહાણ

એકલાં જ આવ્યા મનવા

એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાનાસાથી વિના, સંગી વિના, એકલાં જવાનાએકલાં જવાના, એકલાં જવાનાએકલાં જ આવ્યા મનવા, એકલાં જવાનાસાથી વિના, સંગી વિના, એકલાં જવાનાએકલાં જવાના, એકલાં જવાનાએકલાં જવાના, એકલાં જવાનાએકલાં જ આવ્યા એ મનવા...આપણે એકલાં ને કિરતાર એકલોએકલાં જીવોને તારો આધાર એકલોઆપણે એકલાં ને કિરતાર એકલોએકલાં જીવોને તારો આધાર એકલોએકલાં રહીએ ભલેવેદના સહીએ ભલેએકલાં રહીને બેલી થાઓ રે બધાંનાસાથી વિના, સંગી વિના, એકલાં જવાનાએકલાં જવાના, એકલાં જવાનાએકલાં જ આવ્યા મનવા, એકલાં જવાનાસાથી વિના, સંગી વિના, એકલાં જવાનાએકલાં જવાના, એકલાં જવાનાએકલાં જવાના, એકલાં જવાનાએકલાં જવાના, એકલાં જવાનાએકલાં જ આવ્યા એ મનવા...કાળજાની કેડીએ કાયા ના સાથ દેકાળી કાળી રાતડીએ છાયા ના સાથ દેકાળજાની કેડીએ કાયા ના સાથ દેકાળી કાળી રાતડીએ છાયા ના સાથ દેકાયા ના સાથ દે ભલેછાયા ના સાથ દે ભલેપોતાના જ પંથે પોતાના વિનાનાસાથી વિના, સંગી વિના, એકલાં જવાનાએકલાં જવાના, એકલાં જવાનાએકલાં જવાના, એકલાં જવાનાએકલાં જ આવ્યા મનવા, એકલાં જવાનાસાથી વિના, સંગી વિના, એકલાં જવાનાએકલાં જવાના, એકલાં જવાનાએકલાં જવાના, એકલાં જવાના રચનાઃ બરકત વિરાણી ‘બેફામ’સ્વરઃ પ્રફુલ્લ દવે

હું ને મીરા મથુરામાં ગ્યા'તાં

હું ને મીરા મથુરામાં ગ્યા'તાં મથુરામાં ગ્યા'તાં અમેગોકુળિયામાં ગ્યા'તાંમથુરામાં ગ્યા'તાંએક વાર હું ને મીરા મથુરામાં ગ્યા'તાંહાથમાં લાકડિયો હતીપગમાં ચાખડીયો હતીપગમાં ચાખડીયો હતીહાથમાં લાકડિયો હતીપગમાં ચાખડીયો હતીપગમાં ચાખડીયો હતીમંદિરિયાની ઓસરીમાંમંદિરિયાની ઓસરીમાંભજન કરી ગ્યા'તાંમથુરામાં ગ્યા'તાંએક વાર હું ને મીરા મથુરામાં ગ્યા'તાંકાળા કાળા કાન હતાગોરી ગોરી ગોપિઓગોરી ગોરી ગોપિઓમોર્યાવાળી બંડી હતીમાથે કાન ટોપિઓમાથે કાન ટોપિઓરાસ લીલા રમવામાંભાન ભૂલી ગ્યા'તાંમથુરામાં ગ્યા'તાંએક વાર હું ને મીરા મથુરામાં ગ્યા'તાંભજનોની ધૂમ હતીમોહ્યો હતો ગીતમાંમોહ્યો હતો ગીતમાંમીરા તો માધવનેજોતી હતી ચિત્તમાંજોતી હતી ચિત્તમાંપથરા પણ મીરાનેસાદ પૂરી રિયા'તાંમથુરામાં ગ્યા'તાંએક વાર હું ને મીરા મથુરામાં ગ્યા'તાં સ્વર: પ્રાણલાલ વ્યાસ

વડલો કહે છે વનરાયું સળગી

વડલો કહે છે વનરાયું સળગી ને મેલી દીયોને જૂનાં માળા ઊડી જાઓ પંખી પાખ્યુંવાળા હોજી આભે ચડીયાં સેન અગનનાં ધસીયા અમ દશઢાળા આ ઘડીયે ચડી ચોટ અમોને, ઝડપી લેશે જ્વાળા ઊડી જાઓ પંખી પાખ્યુંવાળા હોજી બોલ તમારાં હૈયે બેઠાં, રૂડાં ને રસવાળા કો'ક દિ આવીને ટહૂકી જાજો, મારી રાખ ઉપર રૂપાળાં ઊડી જાઓ પંખી પાખ્યુંવાળા હો જી પ્રેમી પંખીડા પાછાં નહીં રે મળીએ, વન મારેવિગ્તાળા પડદાં આડા મોતનાં પડીયા, તે પર જડીયાં તાળા ઊડી જાઓ પંખી પાખ્યુંવાળા હો જી આશરે તમારે ઈંડાં ઉછેર્યાં, ફળ ખાધાં રસવાળા મરવા વખતે સાથ છોડી દે તો મોઢાં થાયે મશવાળા ઊડી જાઓ પંખી પાખ્યુંવાળા હો જી ભેળાં મરશું, ભેળાં જનમશું, માથે કરશું માળા ‘કાગ’ કે આપણે ભેળાં બળીશું, ભેળાં ભરીશુંઉચાળા ઊડી જાઓ પંખી પાખ્યુંવાળા હો જી રચનાઃ દુલા ભાયા 'કાગ'

કાચબા-કાચબીનું ભજન

કાચબોકહે છે કાચબીને તું રાખની ધારણ ધીરઆપણને ઉગારશે વહાલો જુગતેશું જદુવીરચિંતા મેલી શરણે આવો રેમરવા તુંને નહિ દે માવો રેવારતી'તી તે સમે તેં શા વાસ્તે મારું કેમ ન માન્યુંકે'ણહવે નથી કોઈ આરો વારો થયા પૂરા આયખાના ખેલપ્રભુ તારો ન આવ્યો પ્રાણી રે માથે આવી મોત નિશાની રેઅબળાને એતબાર ન આવે કોટી કરોને ઉપાયકહ્યું ન માને કોઈનું રે એ તો ગાયું પોતાનું ગાયએવી તો વિશ્વાસવિહોણી રેપ્રથમ તો મત્સ્યની પોણી રેકાચબી કહે છે ક્યાં છે તારો રાખણહારો રામહરિ નથી કોઈના હાથમાં રે તમેશું બોલો છો શ્યામમરવા ટાણે મતિ મુંઝાણી રેત્રુટ્યા પછી ઝાલવું તાણી રેત્રિકમજી ત્રણ લોકમાં મારે તારો છે એતબારઅટક પડી હરિ આવજો રે મારા આતમનો આધારછોગાળા વાત છે છેલ્લી રેધાજો બુડ્યાના બેલી રેકાચબી કહે છે કોણ ઉગારે જાતો રહ્યો જગદીશચારે દિશાથી સળગી ગયું તેમાં ઓરીને વિચોવીચજેનો વિશ્વાસ છે તારે રેએનો એતબાર ન મારે રેબળતી હોય તો બેસને મારી પીઠ ઉપર રાખું તારા પ્રાણનિંદા કરે છે નાથની રે એ તો મારે છે મુજને બાણવહાલો મારો આવશે વ્હારે રેઓર્યામાંથી ઉગારવા સાટે રેકાચબી કહે છે કિરતાર ન આવ્યોઆવ્યો આપણો અંતપ્રાણ ગયા પછી પહોંચશે રે તમે શું બાંધો આશનો તંતઆમાંથી જો આજ ઊગરીએ રેપાણી બાર કદી ન પગ ભરીએ રેવિઠ્ઠલજી મારી વિનંતિ સુણી શામળા લેજો સારલીહ લોપાશે લોકમાં રે બીજે જાશો કોની વહારહરિ મારી હાંસી થાશે રેપરભુ પરતીતિ જાશે રેકેશવજીને કરુણા આવી મોકલ્યા મેઘ મલ્હારઆંધણમાંથી ઉગારિયો આવી કાચબાને કિરતારભોજો કે છે ભરોંસો આવશે જેનેરેત્રિકમજી મારો તારશે તેને રે - ભોજો ભગત

મેરુ તો ડગે


મેરુ તો ડગે પણ જેનાં મન નવ ડગે ભલે ભાંગી પડે ભરમાંડરે વિપત પડે પણ વણસે નહીં સોહી હરિજનનાં પરમાણ રે મેરુ તો ડગે પણ જેનાં મન નવ ડગે ચિત્તની વૃત્તિ સદા નિર્મળ રાખે ને કરે નહીં કોઈની આશ રે દાન દેવે પણ રહેવે અજાચી ને રાખે વચનમાં વિશ્વાસ રે મેરુ તો ડગે પણ જેનાં મન નવ ડગે હરખ ને શોકની જેને ન આવે હેડકી ને આઠે પહોર રહેવે આનંદ જી સંકલ્પ વિકલ્પ એકે નહિ ઉરમાં જેણે મેલ્યાં અંતરનાં માન રે મેરુ તો ડગે પણ જેનાં મન નવ ડગે નિત્ય રહે સતસંગમાં ને તોડી દીધા માયા કેરા ફંદ રે સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે શીશ તો કર્યા કુરબાન રે મેરુ તો ડગે પણ જેનાં મન નવ ડગે સંગત કરો તો તમે એવાની કરજો ને ભજનમાં રહેજો ભરપૂર રે ગંગા સતી એમ બોલિયાં રે જેના નયણોમાં વરસે સાચાં નૂર રે મેરુ તો ડગે પણ જેનાં મન નવ ડગે - ગંગાસતી

હરિને ભજતાં

હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે; જેની સુરતા શામળિયા સાથ, વદે વેદ વાણી રે. વહાલે ઉગાર્યો પ્રહલાદ, હરણાકંસ માર્યો રે; વિભીષણને આપ્યું રાજ,રાવણ સંહાર્યો રે. હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે; વહાલે નરસિંહ મહેતાને હાર, હાથોહાથઆપ્યો રે; ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાપ્યો રે. હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે; વહાલે મીરાં તે બાઈનાં વિખ હળાહળ પીધાં રે; પંચાળીનાં પૂર્યાં ચીર, પાંડવકામ કીધાં રે. હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે; વહાલે આગે સંતોનાં કામ, પૂરણ કરિયાં રે; ગુણ ગાય ગેમલ કરજોડ, હેતે દુ:ખ હરિયાં રે. હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે;

ઝેર તો પીધાં છે જાણી જાણી


ઝેર તો પીધા છે જાણી જાણી,મેવાડના રાણા ઝેર તો પીધા છે જાણી જાણી નથી રે પીધાં અણજાણી રે, મેવાડના રાણા કોયલ ને કાગ રાણા, એક જ વરણાં રે કડવી લાગે છે કાગવાણી રે, મેવાડના રાણા ઝેર તો પીધાં છે જાણી જાણી ઝેરના કટોરા જ્યારે રાણાજી મોકલે રે તેનાં બનાવ્યાં દૂધ પાણી રે, મેવાડના રાણા ઝેર તો પીધાં છે જાણી જાણી સંતો છે માતા રાણા, સંતો છે પિતા રે સંતોની સંગે હું લોભાણી રે, મેવાડના રાણા ઝેર તો પીધાં છે જાણી જાણી સાધુડાના સંગ મીરાં છોડી દો તમને બનાવું રાજરાણી રે, મેવાડના રાણા ઝેર તો પીધાં છે જાણી જાણી સાધુડાનો સંગ રાણા નહિ છૂટે અમથી રે જનમોજનમની બંધાણી રે, મેવાડના રાણા ઝેર તો પીધાં છે જાણી જાણી મીરાં કહે પ્રભુ ગિરધર નાગર તમને ભજીને હું વેચાણી રે, મેવાડના રાણા ઝેર તો પીધાં છે જાણી જાણી - મીરાંબાઈ

મુજ અબળાને મોટી મીરાત

મુજ અબળાને મોટી મીરાત બાઈ શામળો ઘરેણું મારું સાચું રે વાળી ઘડાવું વિઠ્ઠલવર કેરી હાર હરિનો મારે હૈયે રે ચિત્તમાળા ચતુરભૂજ ચૂડલો શીદ સોની ઘેર જઈએ રે ઝાંઝરિયાં જગજીવન કેરાં કૃષ્ણજી કલ્લાં ને રાંબી રે વિંછુવા ઘૂઘરા રામ નારાયણના અણવટ અંતરજામી રે પેટી ઘડાવું પુરુષોત્તમ કેરી ત્રિકમ નામનું તાળું રે કૂંચી કરાવું કરુણાનંદ કેરી તેમાં ઘરેણું મારું ઘાલું રે સાસરવાસો સજીને બેઠી હવે નથી કંઈ કાચું રે બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર હરિને ચરણે જાચું રે - મીરાંબાઈ

મને લાગી કટારી પ્રેમની


મને લાગી કટારી પ્રેમની પ્રેમની, પ્રેમની, પ્રેમની રે મુને લાગી કટારી પ્રેમની જળ જમુનાનાં ભરવા ગયા'તાં હતી ગાગર માથે હેમની રે મુને લાગી કટારી પ્રેમની કાચે તે તાંતણે હરિજીએ બાંધી જેમ ખેંચે તેમ તેમની રે મુને લાગી કટારી પ્રેમની બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર શામળી સૂરત શુભ એમની રે મુને લાગી કટારી પ્રેમની - મીરાંબાઈ

નંદલાલ નહિ રે આવું


નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે કામ છે, કામ છે, કામ છે રે નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે આણી તીરે ગંગા ને પેલી તીરે જમુના વચ્ચમાં ગોકુળિયું ગામ છે રે નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે વનરા રે વનમાં રાસ રચ્યો છે સો-સો ગોપીઓની વચ્ચે એક કહાન છે રે નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે વનરા તે વનની કુંજગલીમાં ઘેરઘેર ગોપીઓના ઠામ છે રે નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે વનરા તે વનના મારગે જાતાં દાણ આપવાની મુને ઘણી હામ છે રે નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે બાઈ મીરાં રહે પ્રભુ ગિરધરનાં ગુણ ચરણકમળમાં મુજ વિશ્રામ છે રે નંદલાલ નહિ રે આવું કે ઘેર કામ છે - મીરાંબાઈ

રામ રમકડું જડિયું રે

રામ રમકડું જડિયું રે, રાણાજી મને રામ રમકડું જડિયું રૂમઝૂમ કરતું મારે મંદિરે પધાર્યું નહિ કોઈના હાથે ઘડિયું રે મને રામ રમકડું જડિયું મોટા મોટા મુનિવર મથી મથીથાક્યા કોઈ એક વિરલાને હાથે ચડિયું રે મને રામ રમકડું જડિયું સૂના શિખરના ઘાટથી ઉપર અગમ અગોચર નામ પડિયું રે મને રામ રમકડું જડિયું બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર મન મારું શામળિયા સંગ જડિયું રે મને રામ રમકડું જડિયું - મીરાંબાઈ

મારો હંસલો નાનો

જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું આરે કાયા રે હંસા, ડોલવાને લાગી રે પડી ગયાં દાંત, માંયલી રેખું તો રહ્યું મારો હંસલો ને દેવળ જૂનુંતો થયું તારે ને મારે હંસા પ્રીત્યું બંધાણી રે ઊડી ગયો હંસ પીંજર પડી તો રહ્યું મારો હંસલો ને દેવળ જૂનુંતો થયું બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરનાં ગુણ પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં મારો હંસલો ને દેવળ જૂનુંતો થયું - મીરાંબાઈ

મુખડાની માયા લાગી રે

મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું મન મારું રહ્યું ન્યારું રે મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું તેને તુચ્છ કરી ફરીએ રે મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે સંસારીનું સુખ કાચું, પરણી રંડાવું પાછું તેવા ઘેર શીદ જઈએ રે મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે પરણું તો પ્રીતમ પ્યારો, રંડાપાનો ભો' ટાળ્યો તેનાં તે ચરણે રહિયે રે મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે મીરાંબાઈ બલિહારિ, આશા મને એક તારી હવે હું તો બડભાગી રે મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે - મીરાંબાઈ

ભોળી રે ભરવાડણ

ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી રે ગિરિવરધારીને ઊપાડી, મટુકીમાં ઘાલી રે ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી શેરીએ શેરીએ સાદ પાડે, કોઈને લેવા મુરારિ રે નાથ-અનાથનાને વેચે, ચૌટા વચ્ચે આહિર નારી રે ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી વ્રજનારી પૂછે શું છે માંહી, મધુરી મોરલી વાગી રે મટુકી ઉતારીને જોતાં, મૂર્છા સૌને લાગી રે ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા, કૌતુક ઊભા પેખે રે ચૌદ લોકમાં ન માય તે, મટુકીમાં બેઠેલ દેખે રે ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી ભક્તજનોના ભાગ્યે વ્રજમાં, પ્રગટ્યા અંતરજામી રે દાસલડાને લાડ લડાવે, નરસૈંયાનો સ્વામી રે ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી - નરસિંહ મહેતા

નીરખને ગગનમાં

નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ અહીંયા કો નથી કૃષ્ણ તોલે શ્યામ શોભા ઘણી, બુદ્ધિ ના શકે કળી અનંત ઓચ્છવમાં પંથ ભૂલી જડ ને ચૈતન્ય રસ કરી જાણવો પકડી પ્રેમે સજીવન મૂળી ઝળહળ જ્યોત ઉદ્યોગ રવિકોટમાં હેમની કોર જ્યાં નીસરે તોલે સચ્ચિદાનંદ આનંદ-ક્રીડા કરે સોનાના પારણા માંહી ઝૂલે બત્તી વિણ, તેલ વિણ, સૂર્યવિણ જો વળી અચળ ઝળકે સદા અનળ દીવો નેત્ર વિણ નીરખવો, રૂપ વિણ પરખવો વણજિહ્વાએ રસ સરસ પીવો અકળ અવિનાશી એ, નવ જ જાયે કળ્યો અરધ-ઊરધની માંહે મહાલે નરસૈંયાનો સ્વામી સકળ વ્યાપી રહ્યો પ્રેમના તંતમાં સંત ઝાલે - નરસિંહ મહેતા

એવા રે અમો એવા

એવા રે અમો એવા રે એવા તમે કહો છો વળી તેવા રે ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે જેનું મન જે સાથે બંધાણું પહેલું હતું ઘર રાતું રે હવે થયું છે હરિરસ માતું ઘેર ઘેર હીંડે છે ગાતું રે સઘળા સાથમાં હું એક ભૂંડો ભૂંડાથી વળી ભૂંડો રે તમારે મન માને તે કહેજો નેહ લાગ્યો છે ઊંડો રે કર્મ-ધર્મની વાત છે જેટલી તે મુજને નવ ભાવે રે સઘળા પદારથ જે થકી પામે મારા પ્રભુની તોલે ન આવે રે હળવા કરમનો હું નરસૈંયો મુજને તો વૈષ્ણવ વહાલા રે હરિજનથી જે અંતર ગણશે તેના ફોગટ ફેરા ઠાલા રે - નરસિંહ મહેતા

સુખદુઃખ મનમાં ન આણીએ

સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં સુખદુઃખ મનમાં ન આણીએ નળરાજા સરખો નર નહીં જેનીદમયંતી રાણી; અર્ધે વસ્ત્ર વનમાં ભમ્યાં, ન મળ્યાં અન્ન ને પાણી સુખદુઃખ મનમાં ન આણીએ પાંચ પાંડવ સરખાં બાંધવા,જેને દ્રૌપદી રાણી; બાર વરસ વન ભોગવ્યાં, નયને નિદ્રા ન આણી સુખદુઃખ મનમાં ન આણીએ સીતા સરખી સતી નહીં, જેના રામજી સ્વામી; રાવણ તેને હરી ગયો, સતી મહાદુઃખ પામી સુખદુઃખ મનમાં ન આણીએ રાવણ સરખો રાજિયો, જેની મંદોદરી રાણી; દશ મસ્તક છેદાઈ ગયાં, બધી લંકા લૂંટાણી સુખદુઃખ મનમાં ન આણીએ હરિશ્ચંદ્ર રાય સતવાદિયો, જેની તારામતી રાણી; તેને વિપત્તિ બહુ રે પડી, ભર્યાં નીચ ઘેર પાણી સુખદુઃખ મનમાં ન આણીએ શિવજી સરખા સતા નહીં, જેની પારવતી રાણી ભોળવાયા ભીલડી થકી, તપમાંખામી ગણાણી સુખદુઃખ મનમાં ન આણીએ એ વિચારી હરિને ભજો, તે સહાય જ કરશે; જુઓ આગે સહાય ઘણી કરી, તેથી અર્થ જ સરશે સુખદુઃખ મનમાં ન આણીએ સર્વ કોઈને જ્યારે ભીડ પડી, સમર્યા અંતરયામી; ભાવટ ભાંગી ભૂધરે, મહેતા નરસૈંયાના સ્વામી સુખદુઃખ મનમાં ન આણીએ - નરસિંહ મહેતા

જ્યાં લગી આત્મા તત્વ

જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી, મનુષ્ય-દેહ તારો એમ એળે ગયો માવઠાની જેમ વૃષ્ટિ જૂઠી. શુ થયું સ્નાન, પૂજા ને સેવા થકી શું થયું ઘેર રહી દાન દીધે ? શુ થયું ધરી જટા ભસ્મ લેપન કર્યે, શું થયું વાળ લોચન કીધે ? શું થયું તપ ને તીરથ કીધા થકી, શું થયું માળ ગ્રહી નામ લીધે ? શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી, શું થયું ગંગાજળ પાન કીધે? શું થયું વેદ વ્યાકરણ વાણી વદે, શું થયું રાગ ને રંગ જાણ્યે ? શું થયું ખટ દર્શન સેવ્યાથકી, શું થયું વરણના ભેદ આણ્યે? એ છે પ્રપંચ સહુ પેટ ભરવા તણા, આતમારામ પરિબ્રહ્મ ન જોયો; ભણે નરસૈંયો કે તત્વદર્શન વિના, રત્ન-ચિંતામણિ જન્મ ખોયો. - નરસિંહ મહેતા

ધ્યાન ધર હરિતણું

ધ્યાન ધર હરિતણું, અલ્પમતિ આળસુ, જે થકી જન્મનાં દુઃખ જાયે; અવળ ધંધો કરે, અરથ કાંઈ નવસરે, માયા દેખાડીને મૃત્યુ વહાયે. સકળ કલ્યાણ શ્રીકૃષ્ણના ચરણમાં, શરણ આવે સુખ પાર ન્હોયે; અવળ વેપાર તું, મેલ મિથ્યા કરી, કૃષ્ણનું નામ તું રાખ મોંએ. પટક માયા પરી, અટક ચરણે હરિ, વટક મા વાત સુણતાં જ સાચી; આશનું ભવન આકાશ સુધી રચ્યું, મૂઢ એ મૂળથી ભીંત કાચી. અંગ-જોબન ગયું, પલિત પિંજર થયું, તોય નથી લેતો શ્રીકૃષ્ણ કહેવું; ચેત રે ચેત, દિન ચાર છે લાભના, લીંબુ લહેકાવતાં રાજ લેવું. સરસ ગુણ હરિતણા, જે જનો અનુસર્યા, તે તણા સુજશ તો જગત બોલે; નરસૈંયા રંકને, પ્રીત પ્રભુ-શું ઘણી, અવર વેપાર નહીં ભજન તોલે. - નરસિંહ મહેતા

જે ગમે જગત ગુરુ

જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો; આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે, ઊગરે એક ઉદ્વેગ ધરવો જે ગમે જગત ગુરુ દેવ જગદીશને હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે; સૃષ્ટિ મંડાણ છે સર્વ એણીપેરે, જોગી જોગેશ્વરા કો'ક જાણે જે ગમે જગત ગુરુ દેવ જગદીશને નીપજે નરથી તો કોઈ ના રહે દુઃખી, શત્રુ મારીને સૌ મિત્ર રાખે; રાય ને રંક કોઇ દ્રષ્ટે આવે નહિ, ભવન પર ભવન પર છત્ર દાખે જે ગમે જગત ગુરુ દેવ જગદીશને ઋતુલતા પત્ર ફળ ફૂલ આપે યથા, માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે; જેહના ભાગ્યમાં જે સમે જેલખ્યું, તેહને તે સમે તે જ પહોંચે જે ગમે જગત ગુરુ દેવ જગદીશને ગ્રંથે ગરબડ કરી, વાત ન કરી ખરી, જેહને જે ગમે તેહને તે પૂજે, મન કર્મ વચનથી આપ માની લહે સત્ય છે એ જ મન એમ સૂઝે જે ગમે જગત ગુરુ દેવ જગદીશને સુખ સંસારી મિથ્યા કરી માનજો, કૃષ્ણ વિના બીજું સર્વ કાચું; જુગલ કર જોડી કરી નરસૈંયોએમ કહે, જન્મ પ્રતિ જન્મ હરિને જ જાચું જે ગમે જગત ગુરુ દેવ જગદીશને - નરસિંહ મહેતા

ભુતલ ભક્તિ પદારથ



ભુતલ ભક્તિ પદારથ મોટુ, બ્રહ્મ લોકમાં નાહીં રે, પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાશી માંહી રે હરિના જન તો મુક્તિ ન માગે, જનમો જનમ અવતાર રે, નિત સેવા નિત કિર્તન ઓચ્છવ, નિરખવા નંદકુમાર રે ભરત ખંડ ભુતલમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે, ધન ધન રે એના માત પિતાને, સફળ કરી જેણે કાયા રે ધન વૃંદાવન ધન એ લીલા, ધન એ વ્રજના વાસી રે, અષ્ટ મહાસિદ્ધિ આંગણીયે ઉભી, મુક્તિ છે એમની દાસી રે એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક જોગી રે, કંઈ એક જાણે પેલી વ્રજની ગોપી, ભણે નરસૈંયો જોગી રે - નરસિંહ મહેતા

અખિલ બ્રહ્માંડમાં


અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે; દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે; વિવિધ રચના કરી અનેક રસ ચાખવા, શિવ થકી જીવ થયો એ જ આશે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ વેદ તો એમ વદે શ્રુતિ-સ્મૃતિ શાખ દે, કનક કુંડલ વિષે ભેદ ન હોયે; ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ ગ્રંન્થે ગડબડ કરી, વાત ન ખરી કહી જેહને જે ગમે તેને તે પૂજે મન-વચન-કર્મથી આપ માની લહે સત્ય છે એ જ મન એમ સૂઝે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ વૃક્ષમાં બીજ તું, બીજમાંવૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે; ભણે નરસૈંયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ - નરસિંહ મહેતા

જાગને જાદવા


જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે? ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા વડો રે ગોવાળિયો કોણ થાશે? રે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં કઢિયેલ દૂધ તે કોણ પીશે ? હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો ભૂમિનો ભાર તે કોણ વહેશે? રે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા જમુનાને તીરે ગૌધણ ચરાવતાં મધુરીશી મોરલી કોણ વહાશે? ભણે નરસૈંયો તારા ગુણ ગાઈરીઝિયે બૂડતાં બાંયડી કોણ સહાશે? રે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા - નરસિંહ મહેતા

મંગળવાર, 15 ફેબ્રુઆરી, 2011

જળકમળ છાંડી જાને બાળા

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે, તને મારશે, મને બાળહત્યા લાગશે કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવિયો નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવિયો નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવિયો મથુરા નગરીમાં જુગટુ રમતાં, નાગનું શીશ હું હારિયો રંગે રૂડો રૂપે પૂરો, દિસંતો કોડીલો કોડામણો, તારી માતાએ કેટલા જનમ્યાં, તેમાં તું અળખામણો મારી માતાએ બેઉ જનમ્યાં, તેમાં હું નટવર નાનડો જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કહાનડો લાખ સવાનો મારો હાર આપું, આપું રે તુજને દોરીઓ એટલું મારા નાગથી છાનું આપું, કરીને તુજને ચોરીઓ શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીઓ શાને કાજે નાગણ તારે, કરવી ઘરમાં ચોરીઓ ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો, ઉઠોને બળવંત કોઈ, બારણે બાળક આવિયો બેઉ બળિયા બાથે વળગિયા, શ્રીકૃષ્ણે કાળીનાગ નાથિયો સહસ્ત્ર ફેણાં ફુંફવે જેમ, ગગન ગાજે હાથિયો નાગણ સૌ વિલાપ કરે કે, નાગને બહુ દુઃખ આપશે મથુરા નગરીમાં લઈ જશે, પછી નાગનું શીશ કાપશે બેઉ કર જોડી વીનવે, સ્વામી ! મૂકો અમારા કંથને અમે અપરાધી કાંઈ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને થાળ ભરીને શગ મોતીડે, શ્રીકૃષ્ણને રે વધાવિયો નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવિયો - નરસિંહ મહેતા